Friday, 30 September 2022

મુંબઈ મહાનગરીએ નિહાળી એક અભૂતપૂર્વ અને આદર્શ મહારથયાત્રા



મુંબઈ (ગુજરાત સવેરા સંવાદદાતા):

મુંબઈનગરીમાં આજ સુધી રથયાત્રાઓ ઘણી નીકળી, પણ જે રથયાત્રાને ‘અભૂતપૂર્વ’ તરીકે અને ‘આદર્શ’ તરીકે નવાજી શકાય એવી મહારથયાત્રા તા.૨૫મી સપ્ટેમ્બરે રંગેચંગે નીકળવા પામી હતી.

જૈન આગમાદિ ધર્મશાસ્ત્રો અને એને અનુસરતી સામાચારી મુજબ આરાધના કરનાર-કરાવનાર ભીવંડીથી ભાયખલા અને નાલાસોપારાથી વાલકેશ્વર સુધીના જૈનસંઘો અને સમસ્ત સંઘના આરાધકોના આ સામુહિક આયોજનમાં કુદરતે પણ જે સાથ-સહયોગ આપ્યો એને પ્રભુકૃપાનો ચમત્કાર જ માનવો પડે. આ મહારથયાત્રાની એક-એક વિશેષતાઓને જો વર્ણવવી હોય તો પાનાઓનાં પાનાં ભરાય એમ છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આ મહારથયાત્રામાં બધું જ વિશેષ હતું. વિશેષતાઓનો મહામેળો ભરાયો હતો આ મહારથયાત્રામાં. લગભગ દોઢ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી આ મહાયાત્રાની શોભાને નિહાળવા ભારતભરમાંથી અને મુંબઈના પરાઓમાંથી જે જનસાગર ઊમટ્યો હતો એની સામે અરબી સાગર પણ વામણો લાગ્યો હતો અને મુંબઈના મહામાર્ગો પણ સાંકડા પૂરવાર થયા હતા.



આ મહારથયાત્રામાં પાઠશાળાનાં હજારો બાળકોએ જે ઉત્સાહ દાખવ્યો હતો, હજારો યુવાનો મન મૂકીને જે નાચ્યા હતા અને હજારો પ્રૌઢો અને વૃધ્ધોએ પોતાની ઉપસ્થિતિથી આ રથયાત્રાને જે શોભાવી હતી એની વાત થાય એમ નથી. 

આ મહારથયાત્રામાં પૂ.આ.શ્રી.વિજયસિદ્ધિસૂરીશ્વરજી.મ.સા., પૂ.આ.શ્રી.વિજયરામચંદ્રસૂરીશ્વરજી.મ.સા., પૂ.આ.શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી.મ.સા. અને પૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી.મ.સા. આ ચાર સમુદાયોના જિનાજ્ઞાપ્રિય અનુયાયીઓની મોટી ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બની હતી. 



તપાગચ્છના સૌથી સુવિશાલ ‘સૂરિરામચંદ્ર’ સમુદાયના મહાનાયક પૂ.આ.ભ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા પોતાના સ્વાસ્થ્યની નાજુક અવસ્થામાં પણ આ મહારથયાત્રામાં નિશ્રા આપવા પધારતાં સકલ શ્રી સંઘનો ઉત્સાહ આસમાનને આંબી ગયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી.ભગતસિંગ કોશ્યારી, કૅબિનેટ મંત્રી શ્રી.મંગલપ્રભાત લોઢા, એમ.એલ.એ શ્રીમતી.ગીતાબેન જૈન તથા શ્રીમતી.સાયના એન.સી, ડાયમંડ ના અગ્રીણી ભરતભાઈ શાહ, શ્રી.વિનોદભાઈ અજબાણી, શ્રી.રાજેનભાઈ શાહ, શ્રી.શૈલેષભાઇ અજબાણી, શ્રી.કયવનભાઈ ઝવેરી, શ્રીમતી.પ્રેમલતાબેન કોઠારી, શ્રી.રમણભાઈ શાહ, શ્રી.હિમાંશુભાઈ રાજા, શ્રી.હિતેષભાઇ મોતા આદિ મહાનુભાવોએ આ રથયાત્રાનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

પૂ. ગચ્છાધિપતિશ્રીના આજ્ઞા - આશિર્વાદથી બે વર્ષ પૂર્વે પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રીવિજય કીર્તિયશ સૂ.મ.સા.ની નિશ્રામાં સમૂહ રથયાત્રાની સર્વપ્રથમ શરુઆત થઇ હતી, આ વખતે ગચ્છાધિપતિ પૂજ્યશ્રીની પુનિત નિશ્રા પ્રાપ્ત થતા સૌનો ભાવોલ્લાસ એવો વૃદ્ધિગત બન્યો કે હવે હર વરસે આવી સમૂહ મહારથયાત્રા ચઢતા રંગે યોજવાના મનોરથ માં સકલ સંઘ ઝીલતો થયો ને આગામી મહારથયાત્રાના દિવસની જાહેરાત થતાની સાથે જ મુખ્ય લાભાર્થી વગેરેના નામો પણ નોંધાઈ ગયા હતા..

જૈનધર્મના ૨૨માં તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક દિને અને મહાન જૈનાચાર્ય શ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મ.સા.ની છઠ્ઠી પુણ્યતિથિ દિને આયોજાયેલી આ મહારથયાત્રા મુંબઈની જનતા માટે યાદગાર બની ગઈ. રથયાત્રા બાદ મોતીશા લાલબાગ જૈન સંઘના ઉપાશ્રયમાં ધર્મસભા યોજાતાં એમાં ગુરુભગવંતોનાં માર્મિક પ્રવચનો, દીક્ષાર્થીઓનાં બહુમાન, પાઠશાળાનાં બાળકોનાં બહુમાન, વગેરે સંપન્ન થયાં હતાં.

ત્યાર બાદ હજારો સાધર્મિકોની બેસાડીને આદર્શ ભોજનભક્તિ કરવામાં આવી હતી અને સાંજે ચંદનબાલાના શ્રી મહાવીરસ્વામી જિનાલયે અલૌકિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો ને આદર્શોને આંખ સામે રાખીને એના પાલન સાથે ઊજવાયેલી આ મહારથયાત્રા ખરેખર આદર્શરૂપ બની ગઈ હતી.

कर्जत-खालापूरमध्ये सुरक्षित सोसायटी अभियान - सुधाकर घारे यांचा उपक्रम; नागरिकांचा मोठा प्रतिसाद

सुधाकर भाऊ घारे फाऊंडेशन व कर्जत शहर राष्ट्रवादी काँग्रेस पार्टी मार्फत सुरक्षित सोसायटी अभियान २०२४ सुरु असून मंगळवारी (दि.३१) रोजी कर्जत य...